Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોડાસા પ્રાંત કચેરીનો ક્લાર્ક 500 ની લાંચ લેતા ઝડપાયો

મોડાસા પ્રાંત કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રોહિત કુમાર લક્ષ્મણભાઇ પુરાણીને જિલ્લા એસીબી પોલીસ દ્વારા 500 ની લાંચ લેતા ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે જોકે એસીબીની ટ્રેપ થી કલેક્ટર કચેરીમાં સોપો પડી ગયો હતો ભિલોડા તાલુકાના એક ફરીયાદીએ પાક રક્ષણ પરવાનો રિન્યુ કરવા માટે પ્રાંત કચેરી, મોડાસા ખાતે જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે ચલણ ભરી ઓનલાઈન અરજી કરેલ. આ કામના આરોપી ક્લàª
મોડાસા પ્રાંત કચેરીનો ક્લાર્ક 500 ની લાંચ લેતા ઝડપાયો
મોડાસા પ્રાંત કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રોહિત કુમાર લક્ષ્મણભાઇ પુરાણીને જિલ્લા એસીબી પોલીસ દ્વારા 500 ની લાંચ લેતા ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે જોકે એસીબીની ટ્રેપ થી કલેક્ટર કચેરીમાં સોપો પડી ગયો હતો 
ભિલોડા તાલુકાના એક ફરીયાદીએ પાક રક્ષણ પરવાનો રિન્યુ કરવા માટે પ્રાંત કચેરી, મોડાસા ખાતે જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે ચલણ ભરી ઓનલાઈન અરજી કરેલ. આ કામના આરોપી ક્લાર્કએ ફરિયાદી નું કામ કરી આપવા માટે લાંચ પેટે રૂ.500 માંગણી કરેલ. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરેલ. જે ફરીયાદીની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા છટકા દરમ્યાન આરોપીએ પંચની હાજરીમાં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારીહતી જેથી એસીબીના છટકામાં ઝડપાઇ ગયો હતો આ મામલે એસીબી પોલીસે આરોપીને એ.સી.બી એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.